Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજપીપળા મિત ગ્રૂપ પ્રમુખના જન્મ દીને યુવાનોના સ્વાસ્થ્ય માટે સંતોષ ચોકડી પાસે જિમ ખુલ્લું મુકાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લાંબા સમયથી સેવાકાર્યમાં સરાહનીય કામગીરી કરતા રાજપીપળા મિત ગ્રુપે  સેવાકાર્યોની સાથે સાથે યુવાનોના સ્વાસ્થ્ય માટેની પણ ચિંતા વ્યક્ત કરી આજે મિત ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઈ વસાવાના જન્મ દિવસે એક અદ્યતન જિમ ખુલ્લું મૂકી યુવાનોને ભેટ આપી છે.
આજે જિમના ઉદઘાટનની સાથે સાથે મિત ગ્રૂપે ધનેશ્વર મહાદેવ મંદિર જાનકીદાસ આશ્રમ ખાતે સાધુસંતો ને તથા નર્મદા પરિક્રમાવાસીઓને ગરમ ધાબળા ઓઢાડીને સાધુસંતોના આશીર્વાદ લીધા તથા રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કિટ તથા ફ્રુટ તથા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. તથા ભરૂચ મિતગ્રુપ ટીમ દ્વારા ભરૂચ ખાતે વિવિધ બિસ્કિટ તથા વેફરનું વિતરણ કરવામાં આવ્યું,વિદ્યાનગર મિતગ્રુપ ટીમ દ્વારા બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું, તથા રાજુવાડિયા ગામ મિતગ્રુપની ટીમે પણ રાજુવાડિયા ગામના ગરીબ બાળકોને ભોજન આપ્યું, ચાણોદ મિત ગ્રુપ ટીમ દ્વારા પણ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું, તથા કેવડિયા મિતગ્રુપ ટીમ દ્વારા કેવડિયાના ગરીબ લોકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું, ડભોઇ મિતગ્રુપ ટીમ દ્વારા પણ બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું,દેવલિયા મિતગ્રુપ ટીમ દ્વારા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું, વડોદરા મિતગ્રુપ ટીમેં વેફર તથા બિસ્કિટ વિતરણ કર્યું, વાલિયા (પાલુન્દ્રા) અમદાવાદ ,અંકલેશ્વર,રાજપારડી, ડેડીયાપાડા સાગબારા ,અમદાવાદ સીટી સહિત નવાપરા નાંદોદ મિત ગ્રુપ ટીમ દ્વારા પણ આજુબાજુના ગામ માં બિસ્કિટ, વેફર સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:05 pm IST)