Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે નવી ૪ એમ્બ્યુલન્સ ને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું

અંદાજે રૂા.૨૫ લાખના ખર્ચે સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી ૪ એમ્બ્યુલન્સ વાન ફાળવાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય ક્ષેત્રનો લાભ મળી રહે તેમજ આરોગ્યલક્ષી ઇંડિકેટરોમાં સુધારો અને બાળ મરણ અટકાવવામાં મદદરૂપ થાય તે હેતુસર વિકાસશીલ તાલુકા જોગવાઇ હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત સહિત આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયત ભવનના સંકુલ ખાતે રીબીન કાપીને જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અંદાજે રૂા.૨૫ લાખના ખર્ચે નવી ૪ એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે,વિકાસ શીલ તાલુકા વર્ષ ૨૦૧૯-૨૦ ની જોગવાઇ અંતર્ગત જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ચાર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનાથી નર્મદા જિલ્લાના દુરના અંતરિયાળ વિસ્તારના લોકોને તેનાથી ફાયદો થશે.

(10:56 pm IST)