Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

RTE હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24થી 6 વર્ષ પુરા થયા બાદ જ ધોરણ -1માં પ્રવેશ મળશે

શાળામાં પ્રવેશ વય મુદ્દે થતી મૂંઝવણ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટતા

અમદાવાદ : RTE હેઠળ શાળામાં પ્રવેશ વય મુદ્દે થતી મૂંઝવણ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે  શૈક્ષણિક વર્ષ 2020 -21, 2021-22, અને 2022-23 સુધી 5 વર્ષ પુરા કરનાર બાળકને જે તે વર્ષમાં ધોરણ -1માં પ્રવેશ આપવામાં આવશે.

  પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 2023-24થી 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકને ધોરણ-1માં પ્રવેશ આપવા આવશે નહિ. RTE હેઠળ પ્રવેશ વયનો પ્રચાર પ્રસાર કરવામાં ન આવતા હોવાની વાલીઓની રજુઆત બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી દ્વારા અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને તમામ શાળાઓને આ અંગે સૂચના કરવનો હુકમ કર્યો છે.

 

  સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવામાં આવ્યું હતું કે જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Jr KG, Sr KG) આપવા માંગતા હોય તો શિક્ષણ વિભાગના જાહેરનામાને ધ્યાને લઇ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ -1માં પ્રવેશ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરે. ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં 1લી જૂનના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ

 જો કોઈ શાળા સરકારી જાહેરનામાને ધ્યાને લીધે વગર વિધાર્થીએ પ્રાથમિક શિક્ષણમાં પૂર્ણ કરી ધોરણ -1માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરશે અને એ વખતે ઉંમર 6 વર્ષ પુરા ન થયા હોય તો તેને RTE હેઠળ પ્રવેશ મળી શકશે નહિ. આવા કિસ્સામાં વિધાર્થીને ફરીવાર રક વર્ષ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે.

(9:34 pm IST)