Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સુરતના વેસુ વિસ્તારમાં કેમિકલનો ધંધો કરતા વેપારીના ઘરમાંથી 9તોલા દાગીનાની ચોરી થતા ચોરીની આશંકા:પોલીસ ફરિયાદ દાખલ

સુરત: શહેરના ભેસ્તાનના આર્શીવાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અગ્રવાલ એન્ટરપ્રાઇઝ નામે કેમીકલનો ધંધો કરતા મનહર આંબાભાઇ ગોયાણી (.. 50) વેસુ વીઆઇપી રોડ સ્થિત શ્યામબાબા મંદિર નજીક સેરેટોન લક્ઝરીમાં પરિવાર સાથે રહે છે. સપ્ટેમ્બર મહિનામાં ઉષાબેનના પગ કમરના ભાગેથી જકડાઇ જતા તા. 1 ઓક્ટોબરથી ઘરઘાટી તરીકે કલ્પના જગન મરાઠે (રહે. ગોરધન નગર, પાંડેસરા) ને કામે રાખી હતી

દરમ્યાનમાં તા. 30 ઓકટોબરના રોજ ઉષાબેને તેમના બેડરૂમના લાકડાના કબાટમાં પ્લાસ્ટિકના ચાર ડબ્બામાં દાગીના મુક્યા હતા તે પૈકી 9 તોલાનો સોનાનો એન્ટીક સેટ સહિતના 4.80 લાખના દાગીના વાળો ડબ્બો ગુમ થઇ ગયો હતો. તા. 10 નવેમ્બરના રોજ મનહરભાઇ વતન જવાના હોવાથી ઘરના ડાઇનીંગ એરીયામાં બેઝીંગની નીચેના ખાનામાંથી ચાવી લઇ દાગીના કાઢવા ગયા હતા પરંતુ ચાર પૈકી એક ડબ્બો ગુમ હોવાથી ચોંકી ગયા હતા અને પરિવારના સભ્યોએ બે-ત્રણ દિવસ સુધી ડબ્બાની શોધખોળ કરી હતી. પરંતુ ડબ્બો નહીં મળતા જે તે વખતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી

(5:35 pm IST)