Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સુરતના અડાજણમાં મકાન પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર માતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના અડાજણના રાજ પેલેસમાં રહેતી ગૃહિણી ભારતીબેન ધીરેન પટેલ (.. 51) વર્ષ 2017માં કતારગામની અર્ચના સોસાયટીનું મકાન નં. 30 ના પતિના મિત્ર એવા મકાન માલિક ઘનશ્યામ કુરજીભાઇ પટેલ (.. 50 રહે. 45, ગોવર્ધન પાર્ક સોસાયટી, સેન્ટમાર્ક સ્કુલની સામે, અડાજણ) પાસેથી 33.85 લાખમાં વેચાણ દસ્તાવેજથી ખરીદયું હતું

મકાન ઘનશ્યામ પટેલે વંદના ઉર્ફે વનીતા મંગળ પટેલ (રહે. 30, અર્ચના સોસાયટી, કતારગામ) પાસેથી ઓક્ટોબર 2016માં વેચાણ દસ્તાવેજથી ખરીદયું હતું. ભારતીબેને ઘનશ્યામ પાસેથી મકાન ખરીદયું ત્યારે મકાનમાં વંદનાબેન તેમના પુત્ર જય મંગળ પટેલ સાથે રહેતા હતા અને થોડા સમયમાં મકાન ખાલી કરી આપશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ મકાનનો કબ્જો આપ્યો હતો. જેથી ભારતીબેનના પતિ ધીરેનભાઇ અને ઘનશ્યામ પટેલ બંને જણા મકાન ખાલી કરવા માટે વંદનાબેનને મળવા ગયા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ભાડેથી આપી દીધું છે. જેથી વંદનાબેનને અંગે વાત કરતા તેમણે અને તેમના પુત્ર જય પટેલે મકાન ખરીદનાર ભારતીબેનના પતિ ધીરેન પટેલને ધમકી આપી હતી કે મકાન અમારૂ છે અને હવે જો બીજી વખત અહીં આવશો તો તમારા તાટીયા તોડાવી નાંખીશું. જેથી અંગે ભારતીબેને ઘનશ્યામ પટેલ અને માતા-પુત્ર વિરૂધ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

(5:34 pm IST)