Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરાના કવાંટ નજીક વીજ તારમાં બારોબાર લંગર નાખી વીજ ચોરી કરનાર ગામના અગ્રણી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ક્વાંટ નજીક હમીરપુરા ગામે વીજ તારમાં બારોબાર લંગર નાંખી નદીમાંથી પાણી લેવા મોટર ચલાવી પોણા બે લાખની વીજ ચોરી કરનાર ગામના અગ્રણી સામે ફરિયાદ નોંધાઇ છે.

અંગેની વિગત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટથી કડીપાણી જતા રોડ પર હમીરપુરા ગામના અગ્રણી ખેડૂત નારણ મંગુડીયા રાઠવા નદી કાંઠે આવેલા પોતાના ખેતરમાં વીજ ચોરી કરે છે તેવી માહિતીના આધારે વીજ કંપનીના અધિકારીઓએ દરોડા પાડયા હતાં. વીજ કંપનીના ઇજનેર તેમજ સ્ટાફની તપાસમાં નારણ રાઠવાનું ખેતર ગામની સીમમાં આવેલું છે તેમજ ખેતરની નજીક નદી વહેતી હોવાથી નારણ રાઠવાએ નદી કિનારે મોટર મૂકી તેનું કનેક્શન ડાયરેક્ટ વીજ તાર પર આપ્યું હતું.

(5:33 pm IST)