Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરા: ભત્રીજી સાથે મિત્રતા અટકાવવાનું કહેતા ઉશ્કેરાયેલ યુવકનો કાકા પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:ભત્રીજી સાથેની મિત્રતા પર પૂર્ણ વિરામ મુકવા જણાવતા  ઉશ્કેરાયેલા યુવકે યુવતીના કાકા ઉપર પંચ વડે  હુમલો જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સયાજીગંજ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા નટવરભાઈ પરમાર કડક બજારમાં શાકભાજીનો પથારો લગાવી વેપાર કરે છે. ગઇકાલે તેઓ ઘરે જતા હતા તે સમયે દર્શનમ એવનયુના ગેટ પાસે પાડોશી રાહુલ મોરે તેઓની ભત્રીજી સાથે ઉભો રહી વાતચીત કરતો હતો. જેથી આ અંગે ટોકતા ઉશ્કેરાયેલા રાહુલ મોરેએ અપશબ્દો બોલી હાથમાં પહેરેલા લોખંડના પંચ વડે હુમલો કર્યો હતો. જેના કારણે નટવરભાઈને આંખ કાન અને કપાળના ભાગે ઈજાઓ પહોંચતા લોહી નીકળ્યું હતું. 

(5:32 pm IST)