Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગાંધીનગર જિલ્લાના કલોલમાં પંચવટી વિસ્તારમાં ગાર્ડન સીટી સોસાયટીમાં જબરદસ્ત બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી થયા

ગાંધીનગર: જિલ્લાના કલોલના સઈજમાં આવેલા પંચવટી વિસ્તારમાં આજે વહેલી સવારે ગાર્ડન સીટી સોસાયટીમાં જબરજસ્ત બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બે મકાન ધરાશયી થઈ ગયા હતા. બંધ ઘરમાં બ્લાસ્ટ થયા બાદ બાજુનું મકાન અડધું તુટી પડયું હતું. જેમાં રહેતા પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા.

જે પૈકી એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એક વૃધ્ધા અત્યંત ગંૂભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના રપથી વધુ મકાનોના કાચ તુટી ગયા હતા. કલોલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો.

ઘટનાની જાણ થતાં કલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડ, ઓએનજીસીની ટીમો સ્થળ ઉપર દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છેકે, ગાર્ડનસિટી સોસાયટીમાં કલોલના બિલ્ડર રાજુ પટેલ બનાવી છે જે ગેસપાઇલ લાઇન પર ગેરકાયદેસર રીતે તાણી બંધાઇ છે. ઘટનામાં એક વ્યક્તિનુ મોત નિપજ્યુ છે ત્યાર ભવિષ્યમાં રીતે બિલ્ડરો આડેધડ રીતે બાંધકામ કરશે તો મોટી હોનારત થવાની સંભાવના છે

(5:31 pm IST)