Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્‍કર્મનો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ઘરમાંથી 2.80 લાખની ચોરી કરવા મજબુર કરી

સુરત: કતારગામ ડેરી ફળીયું વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવકે તેની પ્રેમિકા સાથેના દુષ્કર્મનો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહી બ્લેકમેઇલ કરી ઘરમાંથી 2.80 લાખ રૂપિયાની ચોરી કરવા માટે મજબુર કરી હતી. ઘરમાંથી ચોરી થયા બાદ સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કતારગામ ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલે 16 વર્ષની સગીરાને પોતાની મોહજાળમાં ફસાવી હતી.

કુશે ઓગસ્ટ 2020 બાદ સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોતાના મોબાઇલમાં અંગતપળોનો વીડિયો પણ ઉતાર્યો હતો. કુશે આ અંગત પળોનો વીડિયોનાં આધારે સગીરાને બ્લેકમેઇલ કરવાનું ચાલુ કર્યું હતું. વારંવાર 2020 માં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. દરેક વખતે નવા નવા વીડિયો બનાવ્યા હતા. કુશ પટેલે સેક્સ માટે મજબુર કરવાથી નહી અટકતા યુવતીને પોતાનાં જ ઘરમાં ચોરી કરવા માટે પણ મજબુર કરી હતી.

કુશ સાથે અંગતપળોનો વીડિયો હોવાથી સગીરા ગભરાઇ હતી. કુશનાં કહેવાથી તરૂણીએ પોતાનાં ઘરમાંથી ચોરી કરવાની શરૂ કરી હતી. ટુકડે ટુકડે આ યુવતી દ્વારા 2.50 લાખ રૂપિયા કુશને આપ્યા હતા. આ ઉપરાંત ભાઇના ઘરમાંથી પણ 50 હજાર રૂપિયા જેટલી ચોરી કરી હતી. આ પ્રકારે કુશે 3 લાખ રૂપિયા તરૂણી પાસેથી પડાવ્યા હતા. હાલ સગીરાની ફરિયાદના પગલે કુશ વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. કુશ પટેલને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:04 pm IST)