Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

૭૦ વર્ષના નારાયણબેન વર્માનું આંતરડુ કાળુ પડી ગયુ હતું: સફળ સર્જરી

પેટનો એટેક-કોરોનાથી થતી એક બીજી જીવલેણ બિમારીઃ ડો. ઇશાન શાહ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ર૩ : કોરોનાના દર્દીઓમાં લોહીની નળી જામી જવાનો (થોમ્બોસીસ) ડર હોવાના કારણે દર્દીઓને લોહી પાતળુ કરવાની દવા આપવામાં આવે છે. હાલમાં એવુ જોવા મળ્યું છે કે જ્વલેજ જોવા મળતી બિમારી (મેસેન્ટેરીક ઇસ્યોમિયા) એટલે કે પેટમાં આંતરડાને સપ્લાય કરવા વાળી લોહીની નળીનું બંધ થઇ જવુ એ હાલ કોમન બની છે.

૭૦ વર્ષના બા-નારાયનબેન વર્મા, આજ બિમારીથી પીડાઇને ડો. ઇશાન શાહ-સુપર સ્પેશ્યાલીસ્ટ ગેસ્ટ્રોસર્જન પાસે પહોંચ્યા જે સમયે બા આવ્યા ત્યારે સી.ટી.સ્કેનમાં આંતરડુ કાળુ પડી ગયું હતું અને કોવિડ પોઝેટીવ હતું જીવના જોખમે ઇમરજન્સીમાં આ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યં અને ૩.પ ફુટ આંતરડુ કાઢી નાખવામાં આવ્યંુ આ ઓપરેશન બાદ બા-પ દિવસ આઇ.સી.યુ. માં વેન્ટીલેટર પર રાખ્યા અને લગભગ ૧પ દિવસના હોસ્પિટલ સ્ટેપ પછી ઘરે સ્વસ્થ થયા.

ડો. ઇશાન શાહ કહેવા મુજબ પેટના એટેકના દર્દીઓ કોરોના સમયમાં વધ્યા છે. જેમાં એમને લગભગ ૭ દર્દીઓના ઓપરેશન કર્યા છે. જેમાંથી એક દર્દીને તો આંખુજ આંતરડુ ૬ થી ૭ ફુટનું કાળુ પડી ગયું હતુ જેથી બચાવી ના શકયા.

(3:06 pm IST)