Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગણપત યુનિવર્સિટી વિદ્યાનગર દ્વારા યોજાયો ઓનલાઇન પદવીદાન સમારોહ

અમદાવાદ : ગણપત યુનિવર્સિટી વિદ્યાનગર દ્વારા ૧૪ મો પદવીદાન સમારોહ કોરોના ગાઇડ લાઇનને અનુસરીને ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. ચીફ ગેસ્ટ અમેરીકાની કેલીફોર્નિયા પોલીટેકનીક યુનિવર્સિટી, પમોનાના પ્રેસીડેન્ટ મેડમ સોરાયા એમ. કોલી અને વિશેષ અતિથિ તરીકે ગણપત યુનિ.ના પેટ્રન ઇન ચીફ અને પ્રેસીડેન્ટ પદ્દમશ્રી ગણપતભાઇ પટેલ ખાસ યુએસથી ઓનલાઇન જોડાયા હતા. ડો સોરાયા કોલએ તેમના કોન્વેકશન લેકચરમાં વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવેલ કે કોરોનાના આવા કપરા સમયમાં પણ તમે જે સિધ્ધી મેળવી છે તે વિશેષ અભિનંદનને પાત્ર છે. જીવનમાં હંમેશા ઉચી આકાંક્ષા સેવવા તેમણે જણાવ્યુ હતુ. પ્રારંભે આવકાર પ્રવચન પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ કરેલ. જયારે સૌનો આભાર ગણપતભાઇ પટેલે  વ્યકત કરેલ. સમગ્ર આયોજનની સફળતા માટે ગણપત યુનિ.ના પ્રો.વાઇસ ચાન્સલર અને એકિઝ. રજીસ્ટ્રાર ડો. અમિત પટેલ, એકિઝ. રજીસ્ટ્રાર ડો. ગીરીશ પટેલ, પ્રો. વાઇસ ચાન્સેલર અન ફાર્મસી ફેકલ્ટીના ડીન પ્રો. ડો. આર. કે. પટેલ, પ્રો. ડો. રાજેન પુરોહીત તેમજ સમગ્ર ગણપત યુનિ. પરિવારે જહમત ઉઠાવી હતી. કોન્વોકેશનમાં રાષ્ટ્રગીત, યુનિવર્સિટી સોંગ ગવાયુ હતુ.  (અહેવાલ-તસ્વીર : કેતન ખત્રી)

(3:05 pm IST)