Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં ચૂંટણી અને બજેટ સત્ર

મતદાન બાદ તુરત બજેટ : ચૂંટણી મોડી થાય તો જ સત્ર મોડુ : ગયા વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ બજેટ સત્ર ચાલુ થયેલ

રાજકોટ તા. ૨૩ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં આવી રહ્યું છે. તે જ અરસામાં તાલુકા - જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનની ચૂંટણી છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીમાં ચૂંટણીઓ પૂરી થઇ જશે અને ત્યારપછી તુરંત બજેટ સત્ર શરૂ થશે. ચૂંટણીના કારણે બજેટ સત્ર વધુ મોડુ થવાની શકયતા ટોચના વર્તુળો નકારે છે. જો કે ચૂંટણીની તારીખ બજેટ સત્રને અસરકર્તા રહેશે.

સામાન્ય રીતે ૨૦ ફેબ્રુઆરી આસપાસ બજેટ સત્ર શરૂ થતું હોય છે. ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને અનુલક્ષીને સત્ર ૨૬ ફેબ્રુઆરીએ શરૂ થયેલ. બજેટ તે જ દિવસે રજુ થયેલ. આ વખતે પણ આ સમયગાળો જળવાઇ રહે તેવા સંજોગો છે. ચૂંટણી પંચ ફેબ્રુઆરીમાં જ ચૂંટણી યોજવાની તૈયારીમાં છે. કોઇ અણધાર્યા કારણસર ચૂંટણીમાં મોડું થાય તો જ બજેટ સત્ર મોડુ થઇ શકે છે. ભાજપના ટોચના વર્તુળોએ કાર્યકરોને ૨૦ ફેબ્રુઆરી સુધીમાં મતદાન પૂર્ણ થઇ જવાનો નિર્દેષ કર્યા છે. ચૂંટણી જાન્યુઆરી મધ્યમાં જાહેર થવાની શકયતા છે.  સરકાર દ્વારા બજેટની તૈયારી શરૂ થઇ ચૂકી છે. વિભાગવાર બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોરોનાને અનુલક્ષીને આ વર્ષે આરોગ્ય વિભાગ માટે વિશેષ જોગવાઇ થાય તેવા નિર્દેષ છે.

(2:55 pm IST)