Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કન્ટેનરની અછતથી યાર્ન સહિતની વસ્તુઓના ભાવમાં વધારો : ટેકસટાઇટલ યુનિટને મુશ્કેલી

સુરત,તા. ૨૩: ઘણા મહિનાઓથી શીપીંગ કંપનીઓ તરફથી ફ્રંટ ચાર્જ વધારવાથી વિદેશથી આવતા કાચા માલ-સામાનની કિંમતો વધી છે. જેનાથી ટેકસટાઇસ ઉદ્યોગમાં યાર્નના કાચા માલ સહીત તમામ વસ્તુઓમાં ખૂબ જ વધારો નોંધાયો છે. એફડીવાઇ યાર્નના કિલાએ ૫૦ રૂપિયા વધવાથી વિવર્સ પરેશાન થયા છે.

આયાત સામગ્રીઓનો ઉપયોગ કરનાર ટેકસટાઇલ યુનિટો મુજબ કોરોનાના કારણે વિદેશ વેપાર ખૂબ જ પ્રભાવિત છે. વિદેશથી આયાત કરાયેલ કન્ટેનર કોરોના સહિત ઘણા કારણોથી ખાલી ન થવાથી ત્યાંથી કાચા મટીરીયલ તથા સામાન લાવવા કન્ટેનરની કમીનો સામનો શીપીંગ કંપનીઓએ ચાર્જ વધારી દીધો છે.

(12:38 pm IST)