Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આ વર્ષે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવો કે નહીં ? : આજે રાજ્ય સરકાર કરશે નિર્ણય

આ વર્ષે વિદેશથી પતંગબાજો આવવાની શક્યતા નહીંવત

અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવો કે નહીં તે મુદ્દે આજે સરકાર આજે નિર્ણય કરી શકે છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં આંતર રાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે કોરોના ની મહામારી માં આ આયોજન કરવું કે નહીં તે અંગે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આજે યોજનારી રાજ્યની કેબિનેટ બેઠકમાં જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગોત્સવના આયોજનને લઈ નિર્ણય લેવાઈ શકાય છે. કોરાના સંક્રમણને લઇ આયોજન મુદ્દે સરકાર અવઢવ માં છે.
 બીજી તરફ આ વર્ષે વિદેશથી પતંગબાજો આવવાની શક્યતા નહીંવત છે.હાલ ગુજરાતમાં કોરોના ની સ્થિતિ સારી નથી અને હાલ માં હજુપણ રાજ્યમાં રાત્રિ દરમિયાન 4 મહાનગરોમાં કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે વિશ્વભરમાં હાલ નવા કોરોનાના સંક્રમણને લઇને ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે તે જોતા આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાની શક્યતા નહિવત છે.

(11:08 am IST)