Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સ્થાનિક ચૂંટણીના કારણે વિધાનસભાનું બજેટ સત્ર મોડું શરૂ થાય તેવી શક્યતા

ચૂંટણી પંચ ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણી જાહેર કરે તો બજેટ સત્રનો પ્રારંભ થોડો મોડો થઇ શકે

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના કારણે બજેટસત્ર મોડું શરૂ થવાની શકાયતા છે એક તરફ રાજ્ય ચૂંટણી પંચ જાહેરનામું બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે રાજ્યના નાણા વિભાગ દ્વારા વર્ષ 2021-22ના સામાન્ય બજેટની કાર્યવાહી ચાલી રહી છે, જો કે સ્થાનિક ચૂંટણીની તારીખ ફેબ્રુઆરીમાં આવે તો બજેટ સત્રમાં વિલંબ થવાની સંભાવના છે.

નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે વિભાગવાર બજેટની તૈયારી લગભગ પૂર્ણ કરી છે. સામાન્ય રીતે 18 થી 24 ફેબ્રુઆરી દરમ્યાન બજેટ સત્રની શરૂઆત થતી હોય છે પરંતું જો રાજ્ય ચૂંટણી પંચ ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણી જાહેર કરે તો બજેટ સત્રનો પ્રારંભ થોડો મોડો થઇ શકે છે.

 નવા વર્ષના બજેટની ખાસિયત અંગે તેમણે ઇજન કર્યું હતું કે આ વખતે કોરોના સંક્રમણના કારણે વિભાગોના બજેટમાં 20 ટકા સુધીનો કાપ મૂકાયો છે પરંતુ આરોગ્યના બજેટને વધારવામાં આવ્યું છે. આ વખતે કોરોના સંક્રમણના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ તેમજ કોરોના વેક્સિન અંગેની નવી જોગવાઇ બજેટમાં આવરી લેવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઓક્ટોબર અને નવેમ્બરમાં થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારની દરખાસ્તનો સ્વિકાર કરીને આ ચૂંટણીઓ ત્રણ મહિના સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે હવે ચૂંટણી ક્યારે કરવી તે આ મહિનાના અંત સુધીમાં નક્કી કરવામાં આવશે એટલે કે જાન્યુઆરી મહિનાના મધ્યમાં જાહેરનામું બહાર પડે તેવું લાગી રહ્યું છે.

 નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે જો સ્થાનિક ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે તો બજેટ સત્ર માર્ચમાં જઇ શકે છે પરંતુ હજી સરકાર સાથે આ અંગે કોઇ પરામર્શ થયો નથી. અમને એવી સૂચના છે કે બજેટની કામગીરી અને વિભાગની ફાળવણીની પ્રક્રિયા ચાલુ રાખવી. એટલે કે સંપૂર્ણ બજેટની તૈયારીઓ અમે કરી રહ્યાં છીએ. બજેટ સત્ર ક્યારે યોજાશે તેની ચચર્િ કેબિનેટની બેઠકમાં થશે અને ત્યારબાદ રાજ્યપાલને આહવાન માટે દરખાસ્ત મોકલવામાં આવશે

(11:02 am IST)