Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ઘોંઘબા તાલૂકામા હાહાકાર મચાવતો દીપડો આખરે વનવિભાગના સંકજામાં

ગોયાસુંડલ ગામ પાસેના જંગલ પાસે મૂકેલા વનવિભાગના પાજરામા ઝડપાઈ ગયો

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલૂકામા હાહાકાર મચાવતો દિપડો આખરે વનવિભાગના સંકજામાં આવ્યો છે.ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામ પાસેના જંગલ પાસે મૂકેલા વનવિભાગના પાજરામા ઝડપાઈ ગયો છે

 .દિપડાને કારણે અહીના આસપાસના લોકોમા ભારે દહેશત વ્યાપી હતી,જેમા દીપડાએ બે બાળકો પર હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે બે લોકોને ઘાયલ કર્યા હતા.પશુઓને પણ મારણ કર્યા હતા.આદમખોર દિપડાને ઝપડવા માટે વનવિભાગની ટીમ કામે લાગી હતી.જેમા વિવિધ જગ્યાઓ કે જ્યા દિપડાની અવરજવર હોય ત્યા પાજરા મુકવામા આવ્યા હતા.સાંજના સૂમારે નરભક્ષી દિપડો ગોયાસુડલ પાસેના પાજરે પુરાયો હતો

ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક દિપડાના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. વન વિભાગની ટીમે પણ દિપડાને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. જોકે, હજુ સુધી વન વિભાગની ટીમને સફળતા મળી નથી. દિપડાના સતત વધતા હુમલાને કારણે સુરતથી પણ એક ટીમ ઘોઘંબા પહોચી છે અને અને આદમખોર દિપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. દિપડો જલ્દી પાંજરે પુરાશે ત્યારે જ લોકો રાહતનો શ્વાસ લઇ શકશે.

ઘોઘંબા તાલુકાના જબુવાણીયા ગામમાં રહેતા અજમલ પરમાર લઘુ શંકા માટે ગયા હતા. આ દરમિયાન તેમના કાકા ઘર પાસે બુમાબુમનો અવાજ સંભળાતા ત્યા ગયા હતા. અચાનક દિપડાએ અજમલભાઇ ઉપર માથા અને શરીરના ભાગે હુમલો કરી દીધો હતો.જોકે, દિપડો જંગલમાં નાસી ગયો હતો. દિપડાના હિંસક હુમલા વધતા ગ્રામજનોની સાથે સાથે વન વિભાગ પણ સતર્ક થઇ ગયુ છે. આ પહેલા પણ કાટાવેડા અને ગોયાસુંડલ ગામે દિપડાના  હુમલામાં બે બાળકોના મોત થયા હતા

(12:18 am IST)