Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વલસાડ રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલનો વિદાયમાન સમારંભ યોજાયો

વલસાડ રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલને ભારે હ્રદયે પોલીસ મથકના સ્ટાફે વિદાય આપી

(કાર્તિક બાવીશીદ્વારા )વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ જી. વી. ગોહિલની વાપી ટાઉનમાં બદલી થઇ છે. જેના પગલે તેમના માનમાં રૂરલ પોલીસ મથકના સ્ટાફ દ્વારા વિદાયમાન સમારંભ યોજાયો હતો. જેમાં પોલીસ મથકના સ્ટાફ દ્વારા તેમને ભારે હ્રદયે વિદાય આપી હતી.
આ પ્રસંગે વલસાડના નવા વરાયેલા પીએસઆઇ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પરિવાર સાથે હાજર રહ્યો હતો. તેમણે પીએસઆઇ ગોહિલના કાર્યકાળ દરમિયાનની યાદગીરી અને તેમની સ્ટાફ સાથેની સારી ભાવનાના ભરપેટ વખાણ કર્યા હતા. તેમના સ્ટાફને સતત સહકાર આપી કાર્યમાં પણ સતત આગળ રહેનારા પીએસઆઇ ગોહિલે પણ તેમના સ્ટાફનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વલસાડ શહેરના પત્રકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(9:41 pm IST)