Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મૌલિન વૈષ્ણવની ઓડિયો ક્લિપ સોશ્યલ મિડીયામાં થઈ વાયરલ

વડોદરાઃ સયાજીગંજ બેઠક પરના કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ મૌલીન વૈષ્ણવની ઓડિયો ક્લીપ સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ રહી છે.
આ ઓડિયો ક્લીપમાં સૌરભ પટેલ નામના વ્યક્તિ દ્વારા  નરેન્દ્ર રાવત અને અમી રાવતને ટિકિટ ન આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે શ્રી મૌલિન વૈષ્ણવ પાટીદાર યુવકને જવાબ આપતા કહી રહ્યા છે કે, નરેન્દ્ર રાવત તેમના પોતાના સૌથી મોટા વિરોધી છે... આ ઓડિયો ક્લીપથી કોંગ્રેસી કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી છે.
જોકે આ કલીપને હજુ સત્તાવાર સમર્થન નથી મળ્યું

(7:55 pm IST)