Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

બોરસદ નજીક ખુલ્લી જગ્યામાં પડેલ ડાંગરની ચોરી કરનાર ત્રણ શખ્સોની અટકાયત

બોરસદ:તાલુકાનાં કણભા તાબેના ગાડીયાપુરા ઘરે ખુલ્લી જગ્યામાં મૂકેલા ડાંગરના પાકને ચોરી જતાં ખેડૂત દ્વારા વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવવામાં આવી હતી. જેમાં પોલીસે ત્રણ ઇસમોને ઝડપીને ડાંગરનો જથ્થો કબજે લીધો હતો.

મળતી વિગતો મુજબ ગાડીયાપુરામાં રહેતા સોમાભાઈ ધૂળાભાઈ ઠાકોરના ઘરે ૧૫ દિવસ પૂર્વે રાત્રીનાં સમયે ઘર આંગણે મૂકેલા ડાંગર પાકના જથ્થાને અજાણ્યાં ચોરો લઈ ગયા હતાં. જે અંગે સોમાભાઈ ઠાકોરની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરતા ગામનાં જ ફુલાભાઈ મેલાભાઈ પરમાર અને મુકેશ મેલાભાઈ પરમાર તથા રાવજીભાઈ ઉર્ફે કપો મેલાભાઈ ઠાકોર પ્લાસ્ટીકના કોથળામા ૪૮૦ કિલો ડાંગર, કિંમત રૂા. ૬૭૨૦ની ડાંગરની ચોરી કરીને નાસી છૂટ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

ફરિયાદના આધારે વિરસદ પોલીસે ડાંગરનો જથ્થો કબજે લીધો હતો. ઉપરાંત ત્રણેય શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:47 pm IST)