Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અમદાવાદના રાયપુરમાં બાળક બોરવેલમાં ફસાયું

અમદાવાદઃ એક બાળક બોરવેલમાં પડી જતા દોડધામ મચી જવા પામી છે. નરોડા નજીક રાયપુર ગામમાં બાળક બોરવેલમાં ફસાયું છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બોરવેલમાં બાળકોનો જીવ ફસાઇ ચુકયો છે. છતા આ ઘટના અટકવાનું નામ નથી લેતી ત્યારે ફરી આ ઘટના બનતા બાળકને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

મહત્વનું છે કે બાળકના બોરવેલમાં પડી જવાની જાણ થતા તાત્કાલીક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જેને લઇ ઝડપથી બાળકને બચાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.

આ ઘટના નરોડા નજીક રાયપુર ગામમાં બની છે જેમાં બાળક કોઇ પ્રકારે આ બોરવેલમાં ફસાયું છે.

(5:29 pm IST)