Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપતો નિર્ણયઃ મગફળીના ટેકાના ભાવમાં બોનસ જાહેરઃ ૨.૯૩ લાખ ખેડૂતોને લાભ

ગાંધીનગર, તા. ૨૩ : રાજ્યમાં મગફળીનું વાવેતર કરતા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી લાભ પાંચમથી શરૃ કરી છે. આ ખરીદી અન્વયે તા. ૨૨ ડીસેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૨૮૩ લાખ મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રતિ કવીન્ટલ નિયત કરેલા ટેકાના ભાવ ઉપરાંત કવીન્ટલ દીઠ ૫૦ રૃા. બોનસ આપીને ૪૫૦૦ના ભાવે ખરીદી કરીને ૨.૯૩ લાખ ખેડૂતોને રૃા. ૨૫૪૬.૫૯ કરોડનો લાભ આપ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ૨૩ જિલ્લામાં ૨૬૬ જેટલા કેન્દ્રો મારફત આ ખરીદી થઈ રહી છે તેમ કૃષિ વિભાગના    અગ્રસચિવે જણાવ્યુ છે.

(5:07 pm IST)