Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પત્નીની ન્યૂડ કિલપ નેટ પર અપલોડ કરતા પતિની હાઇકોર્ટે કાઢી ઝાટકણી

હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું 'ખૂબ જ શરમજનક કૃત્ય'

અમદાવાદ તા. ૨૩ : ગુજરાત હોઈકોર્ટે પોતાની પત્ની અને પોતાનો ન્યુડ ફોટો અને વીડિયો કિલપ ઇન્ટરનેટ પર અપલોડ કરવા બદલ આરોપી વ્યકિતની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે આ ખૂબ જ શરમજનક કૃત્ય છે અને હાઈકોર્ટે અમદાવાદની કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ઘ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટ રદ કરવાની ના પાડી છે.

ઉલ્લેખનીય છે કે વૈવાહિક જીવનમાં તિરાડ પડતા મહિલા પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી જે બાદ તેણે પતિ વિરુદ્ઘ ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. જેનો બદલો લેવા માટે અને મહિલાની ઈમેજને હાનિ પહોંચાડવાના બદઈરાદા સાથે આરોપીએ આ કામ કર્યું હોવાનું માનવામાં આવે છે.

પત્નીને આ બાબતે જાણ થતા તેને પોલીસમાં ફરીયાદ કરી હતી જેથી પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ અંતર્ગત ફરીયાદ નોંધી કોર્ટમાંથી આરોપી વિરુદ્ઘ વોરંટ ઇશ્યુ કરાવ્યું હતું. જોકે આરોપી હજુ સુધી પોલીસની પકડથી બહાર છે.

હાઈકોર્ટમાં આરોપીના વકીલે વોરંટને રદ કરવા માટે અપીલ કરતા કહ્યું હતું કે તેમના કલાયન્ટ એટલા માટે પોલીસ સમક્ષ નથી આવ્યા કેમ કે તેમને ચિંતા છે કે તેમની ઈમેજ અને ડિગ્નિટીને આનાથી ઠેસ પહોંચશે. જેના કારણે હાઈકોર્ટે નારાજગી વ્યકત કરતા કહ્યું કે, 'શું પોતાની પત્નીની આબરૂના આ રીતે ધજાગરા ઉડાવનાર વ્યકિતએ પોતાની આબરૂ વીશે ચિંતા કરવાની જરુર જ નથી.'

કોર્ટે આગળ કહ્યું કે, 'ભલે બંને દંપત્તિ વચ્ચે કોઈપણ પ્રકારની તકરાર હોય અને એકબીજાને નફરત કરતા હોય પરંતુ જે રીતે પતિ દ્વારા છેલ્લી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે તે ન થવું જોઈએ. જો આ આરોપો સિદ્ઘ થાય છે તો આનાથી બીજુ આરોપી માટે શું શરમજનક હોઈ શકે.' (૨૧.૧૦)

 

(10:21 am IST)