Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બનાસકાંઠાના હડાદ પોલીસ મથકમાં યુવકે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત: સમગ્ર ઘટના CCTVમાં કેદ

સગા-સબંધીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો : ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે

બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવાયેલા યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લેતા તેના સગા-સબંધીઓ દ્વારા હડાદ પોલીસ મથકે હોબાળો કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાનના આબુ રોડ પર આવેલા બોસા ગામના પ્રકાશ મેઘડા નામના યુવકની પોલીસે અટકાયત કરી હતી. જેને હડાદ પોલીસ મથકે નજરબંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કથિત આરોપીએ મનદુ:ખ રાખીને રાત્રિ દરમિયાન પોલીસ મથકમાંજ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું.

આપઘાતની આ સમગ્ર ઘટના પોલીસ મથકના CCTVમાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓના સગા-સબંધીઓ સહિતનો કાફલો હડાદ પોલીસ મથકે આવી પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.

જેના પગલે જિલ્લા જિલ્લા DySp સહિતનો પોલીક કાફલો હડાદ પોલીસ મથકે દોડી આવ્યો હતો અને બેકાબૂ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(9:06 pm IST)