Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કૌશલ્યએ સૌથી મોટો સ્ત્રોત અને બળ છેઃ જાણીતા મેનેજમેન્ટ ટ્રેનર ડૉ. શૈલેષ ઠાકર

માસ્ટર ટ્રેનર- પ્રાઇડ ઓફ ઈન્ડિયા એવોર્ડનું આયોજન : જાણીતા મેનેજમેન્ટ ટ્રેનર ડૉ. શૈલેષ ઠાકરને નેશનલ લેવલનો માસ્ટર ટ્રેનર- પ્રાઇડ ઓફ ઈન્ડિયા એવોર્ડ મળ્યો

અમદાવાદ, તા.૨૩ : મહાબોધિ કન્સલ્ટિંગ ગ્રુપ અને મહાબોધી ટ્રેનર્સ ક્લબ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્યોગની પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની એવોર્ડ ઇવેન્ટ સેરેમની યોજવામાં આવી હતી. ભારતનું ગૌરવ એવા કર્નલ અનિલ કુમાર પોખરિયાલના હસ્તે એવોર્ડ ડૉ. શૈલેષ ઠાકર, સીઈઓ-એમઈપીએસસી (એનએસડીસી) ને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ પ્રશિક્ષણ પ્રતિભાને સન્માનિત કરવાના હેતુસર માસ્ટર ટ્રેનર પ્રાઈડ ઓફ ઈન્ડીયા એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા બિઝનેસમેન અને તમામ  નામાંકીત ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મહાનુભાવોઓ વગેરેએ હાજરી આપી હતી.

પ્રસંગે મહાબોધિ ગ્રૂપના સ્થાપક હિરેન પંચાલે જણાવ્યું હતું કે, અમદાવાદ સમગ્ર ભારત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે અને શહેરમાં પ્રકારના પ્રોત્સાહક એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. માસ્ટર ટ્રેનર - પ્રાઇડ ઑફ ઇન્ડિયાનો પ્રથમ પુરસ્કાર જ્યુરી દ્વારા ખૂબ લાયક  શિક્ષણ અને વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. અમે ટ્રેનર્સની મદદથી કારકિર્દી અને શિક્ષણને આકાર આપવા માટે ગરીબી રેખાના બાળકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. ખાસ કરીને બાળકો કે જેમના કરિયરને એક આકાર મળે અને મદદ મળી રહે તેમજ તેઓ ગ્રો થાય તે હેતુથી પ્રકારના કામો કરતા બિઝનેસ પર્સનને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ડૉ. શૈલેષ ઠાકરે એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, એવોર્ડ બદલ મને પસંદ કરવા બદલ જ્યુરીનો અને મહાબોધિ ગ્રુપનો હાર્દિક આભાર માનું છું. કર્નલ અનિલ કુમાર પોખરિયાલ સીઈઓ-એમઈપીએસસી ઓફ ઈન્ડિયાની વિશેષ પ્રશંસા કરતા કહ્યું કે તેઓ મેનેજમેન્ટ જગત નોલેજ, એટિટ્યુડ, સ્કીલ અને હેબિટ સૂત્રમાં માને છે. કૌશલ્યએ સૌથી મોટો સ્ત્રોત અને બળ છેકર્નલ અનિલ કુમારે કહ્યું કે ડૉ. ઠાકર એક મહાન આત્મા છે અને માનવી સાથે ધરતી પર છે. આવનારા ભવિષ્યમાં યુવાનો અને દેશને તેમની સેવાઓનો લાભ મળશે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લોંગ ટર્મ રીલેશનશિપ છે. ટોટલ ૮૦ ટ્રેનર સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં મહિનાના વોટિંગ સમય પછી સિલેક્સન કરવામાં આવ્યું હતું. જેમાં રાઉન્ડ હતા ત્યાર બાદ ફાઇનલ માટે પ્રોસેસ થઈ હતી. દરેક સ્પર્ધકને વીડિયો પ્રેઝન્ટેશન કરવાનું હતું જેમાં ઓછામાં ઓછા બે જ્યુરી મેમ્બર દ્વારા  જજ કરવામાં આવતું હતું. તમામ પ્રોસિજર ઓનલાઇન રહી હતી. જેનું એનાઉન્સમેન્ટ ઓનલાઇન પેન ઇન્ડીયા કરવામાં આવ્યું હતું.

(8:55 pm IST)