Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટેની સંયુક્ત ભાગ-2 મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર

ઇન્ટરવ્યૂ માટે પાત્ર 101 ઉમેદવારોના ભાગ-2 મુખ્ય પરીક્ષાના રોલ નંબર જાહેર :ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા માટે પાત્ર ઠરેલ ઉમેદવારોની યાદી અને ઇન્ટરવ્યૂનો કાર્યક્રમ પણ જાહેર કરાયો

માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક:INF૦/૨૦૨૦૨૧/૨ અન્વયે નાયબ માહિતી માહિતી નિયામક (સંપાદન) વર્ગ-૨ની સંયુક્ત નિયામક વર્ગ-૧ અને સહાયક ભાગ-૧, પ્રિલિમીનરી પરીક્ષા તા.૨૭/૦૬/૨૦૨૧ના રોજ લેવામાં આવેલ હતી તથા ભાગ-ર સંયુક્ત મુખ્ય પરીક્ષા તા.૦૪/૦૯/૨૦૧૧ના રોજ લેવામાં આવેલ હતી. ત્યાર બાદ તા.૧૭/૧૧/૨૦૨૧ થી તા.૨૧/૧૧/૨૦૨૧ દરમ્યાન ઉમેદવારોની પાત્રતાની ચકાસણી કરવા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરી હાથ ધરવામાં માવી હતી. જે માટે કુલ- ૧૩૭ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવેલ હતાં. તે પૈકી ૧૩૩ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે હાજર રહેલ હતાં. હાજર રહેલાં ૧૩૩ ઉમેદવારો પૈકી ૮ ઉમેદવારો નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતાં ન હોવાથી ઉક્ત ૮ ઉમેદવારોને કમિ (બાકાત) કરવામાં આવેલા છે. તથા SEBC કેટેગરીના એક ઉમેદવાર નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર ધરાવતાં ન હોવાથી તે એક ઉમેદવારને કમિ (બાકાત) કરવામાં આવેલ છે. આમ ૧૩૩ પૈકી ગેરલાયક ઠરેલ ૯ ઉમેદવારોને કમિ (બાકાત) કરતાં ૧૨૪ ઉમેદવારો ભરતી નિયમો અનુસારની જરૂરી લાયકાત ધરાવતાં માલુમ પડેલ હતાં. ઉક્ત ૧૨૪ ઉમેદવારો પૈકી કુલ જગ્યાના ૩ ગણા પ્રમાણે કેટેગરી વાઈઝ નિયત થયેલ Cut-off તથા જે કેટેગરીમાં General કેટેગરીના પુરૂષ ઉમેદવારોના Cut-off થી ઊંચું Cut-off નિયત થતું હોય તે કેટેગરીમાં Level Down કરીને વધારાના ઉમેદવારોનો સમાવેશ કરવાના પરિણામે કુલ ૧૦૧ ઉમેદવારો ઇન્ટરવ્યુના તબક્કા માટે પાત્ર ઠરેલ છે. ઇન્ટરવ્યુના તબક્કા માટે પાત્ર ઠરેલ ૧૦૧ ઉમેદવારોના ભાગ-૨ મુખ્ય પરીક્ષાના રોલ નંબરો નીચે મુજબ છે.

ઇન્ટરવ્યુ માટે પાત્ર ૧૦૧ ઉમેદવારોના ભાગ-૨ મુખ્ય પરીક્ષાના રોલ નંબરો

 

(8:37 pm IST)