Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોરોનાના મૃતકોના પરિવારને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વળતર આપવામાં પણ સરકારના ઠાગાઠૈયા

સુપ્રિમ કોર્ટની ગુજરાત સરકારની ઝાટકણી પછી પણ તંત્ર ક્યારે જાગશે ?: ડો, મનીષ દોશી

ગાંધીનગર: કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોને વળતર ચૂકવવાના મામલે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. ત્યાં કોંગ્રેસે સરકારને કેટલાક વેધક સવાલો કર્યો છે.ગુજરાતના નાગરિકોને સારવાર આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર સુપ્રિમકોર્ટના આદેશ મુજબ વળતર આપવામાં ઠાગાઠૈયા કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ મુખ્યમંત્રીને કઈ જ ખબર નથી ? સુપ્રિમ કોર્ટની ગુજરાત સરકારની ઝાટકણી પછી પણ તંત્ર ક્યારે જાગશે ? નો વેધક પ્રશ્ન મુખ્યમંત્રીને કરતા જણાવ્યું કે, સ્નેહમિલન અને યાત્રામાં સતત વ્યસ્ત મુખ્યમંત્રી ગુજરાતની જનતાની વ્યથા – તકલીફો ક્યારે સાંભળશે ?

ડો. દોશીએ કોવીડ – 19ના કારણે સરકારી આંકડા મુજબ 10, 090 છે. વાસ્તવમાં ગુજરાતમાં 3 લાખ કરતા વધુ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા હોવાનું જણાવ્યું છે. ભાજપ સરકારની અણઆવડત, બિન આયોજનમ અણધડ તંત્રથી ગુજરાતના નાગરીકોએ જીવ ગુમાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે વધુમાં કોવીડ – 19 દરમ્યાન આરોગ્ય સેવા માટે હાઈકોર્ટની વારંવારની ફટકાર છતાં ભાજપ સરકારમાં કોઈ જ સુધારો નહી હોવાનું જણાવીને ઉમેર્યું છે કે, કોવીડ – 19 માં હોસ્પિટલમાં બેડ, ઈન્જેકશન, ઓક્સિજન અને સારવારમાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થયું હતું. એટલું જ નહીં માસ્ક, સેનેટાઈજર, દવા ઇન્જેક્શન અને વેન્ટીલેટર સહિતની સાધન સામગ્રી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.

સારવાર આપવામાં નિષ્ફળ ભાજપ શાસનમાં નાગરિકોને અંતિમ સંસ્કાર પણ સન્માન સાથે ના થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવીને ડો. મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, કોવીડ – 19 ને કારણે મૃત્યુ પામેલા પરિવારને જલ્દી સહાય માટે હાઈકોર્ટે જીલ્લાવાર સમિતિ બનાવવાના આદેશથી વિપરીત રાજ્ય સરકારે સ્ક્રુટીની સમિતિ બનાવી છે. રાજ્ય સરકાર શરૂઆતથી જ હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટમાં ખોટી વિગતો રજુ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતના નાગરિકોને સારવાર આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વળતર આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે.

(7:56 pm IST)