Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં મનપા દ્વારા કોરોના વેક્સિનનો સર્વે : રસી ના લીધી હોય તેના ઘર બહાર ચોકડીની નિશાની

છેલ્લા 10 દિવસમાં 30 હજાર ઘરોનો સરવે થયો જેમાં 300થી વધુ લોકોએ બીજી રસી લેવા માટેની મુદત પુરી થઈ હોવા છતા રસી લીધી નહોતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિન નહીં લેનારા લોકોના ઘરની બહાર ચોકડીની નિશાની મારવાનું શરુ કરી દીધું છે. જે લોકોએ રસી લીધી છે તેઓના ઘરની બહાર પી ની નિશાની કરી દેવામાં આવી છે.

છેલ્લા 10 દિવસમાં 30 હજાર ઘરોનો સરવે થઈ ચૂક્યો છે જેમાં 300થી વધુ લોકોએ બીજી રસી લેવા માટેની મુદત પુરી થઈ હોવા છતા રસી લીધી નહોતી. આરોગ્ય અધિકારી ડૉ. ભાવીન સોલંકીએ કહ્યું કે, 100 ટકા રસીકરણ માટે આશા વર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફની 150 જેટલી ટીમ દરરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં વિઝિટ કરી રહી છે.

શહેરમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. સોમવારે 23 હજારથી વધુને રસી આપવામાં આવી હતી. સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 7 દર્દી સારવાર હેઠળ છે.

(6:41 pm IST)