Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં દેશની પ્રથમ પ્રાણીઓ માટેના વેન્ટીલેટરવાળી હોસ્પિટલ ખુલ્લી મુકાઇ

બેસ્ટ બડ પેટ હોસ્પિટલ કરવા પાછળ હૃદયદ્રાવક ઘટના

અમદાવાદ,તા. ૨૩ : કહેવાય છે કે પાળતુ પ્રાણીઓ માલીકનો જીવ હોય છે અને આ પ્રાણીઓ પોતાના માલીક માટે જીવ આપતા પણ ખચકાતા નથી. ઘરમાં પાળેલ પ્રાણી ઘરના પરિવારની જેમ જ રહે છે. ઘણી વખત પોતાના પ્રિય પ્રાણીના અવસાન બાદ અખબારોમાં શ્રધ્ધાંજલી પણ છપાતી હોય છે. આવી જ રીતે વાજતે-ગાજતે જાન લઇ જવાયાના પ્રસંગો પણ સમાચારમાં પ્રકાશીત થયા હોવાના પણ દાખલા છે. જ્યારે ફીમેલ ડોગ ગર્ભવતી હોય ત્યારે તેનો સીમંતનો પ્રસંગ પણ ઉજવાયો છે.

આવી જ રીતે અમદાવાદમાં દશેની પ્રથમ વેટ વેન્ટીલેટરવાળી હોસ્પિટલ ખુલવા પાછળ પણ પ્રાણી પ્રેમીની હૃદયદ્વાવક ઘટના છે. અમદાવાદના શૈવલ દેસાઇ નામના યુવકના પાળતુ પ્રાણીનું એકાદ વર્ષ પહેલા ટ્રીટમેન્ટના અભાવે અવસાન થયેલ. આ ઘટના દેશની પહેલી પ્રાણીઓ માટેના વેન્ટીલેટર સહીતના અદ્યતન ઇકવીપેમન્ટ વાળી હોસ્પિટલ માટે નિમિત બની છે. શૈવલની બેસ્ટ બટ પેટ હોસ્પિટલ ખાતે પ્રાણીઓ માટે લેટેસ્ટ ટેકનોલોજીવાળી નહીં નફો નહીં નુકશાનવાળી હોસ્પિટલમાં અદ્યતન સારવાર મળી રહે છે.

(11:38 am IST)