Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રપતિના આગમન પૂર્વે 100 જેવા શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આગામી 25 મી તારીખે કેવડીયા ખાતે મહામાહિમ રાષ્ટ્રપતિ આવનાર હોય વહીવટી તંત્ર દ્વારા તેની તૈયારીઓ ચાલી રહી છે.જેના ભાગરૂપે રાજપીપળા ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે 100 જેવા શિક્ષકોના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી.આ શિક્ષકોને રાષ્ટ્રપતિ આવનાર હોય કેવડીયા ખાતે ફરજ સોંપવામાં આવી હોવાથી એ તમામ ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(12:25 am IST)