Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજપીપળાના બીમાર વૃદ્ધ મહિલા ગ્રાહકને સ્ટેટ બેંકના મેનેજરે ઘર સુધી સેવા આપી માનવતાના દર્શન કરાવ્યા

વૃદ્ધ મહિલા એસબીઆઈ બેંક ના ગ્રાહક હોય હાલ અશક્ત હોવાથી રૂપિયા ઉપાડવા જઈ શકતા ન હતા તેમના ઘરે બેંક મેનેજર શ્રીમાન સોલંકી એ પહોંચી સહી કરાવી રૂપિયા પહોંચાડ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સ્ટેટ બેંક ની મુખ્ય શાખા દ્વારા પોતાના ગ્રાહકોની સેવા બાબતે ખાસ ધ્યાન અપાઈ છે જેના દાખલા અગાઉ પણ વારંવાર જોવા મળ્યા છે. ત્યારે આજે દરબાર રોડ,પારેખ ખડકી માં રહેતા વાસંતીબેન નામના એક 82 વર્ષના વયો વૃધ્ધ એકલાજ રહેતા ગ્રાહક કે જે અગાઉ દર મહિને પેન્શન ના રૂપિયા બેંક માંથી લાવી ગુજરાન ચલાવતા હતા પરંતુ હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવાથી બેંક સુધી જઈ શકતા ન હોવાની જાણ બેંક મેનેજર શ્રીમાન સોલંકી ને એક સ્થાનનીક રહીશ દ્વારા થતાજ તેઓ તુરત આ ગ્રાહક ને ઘરે પહોંચી જરૂરી સહી લઈ બેંક માંથી પૈસા ઉપાડી આ અશક્ત વૃદ્ધા ના ઘરે પહોંચાડ્યા હતા.આમ આટલી મોટી બેંક ના મેનેજરે પોતાના બીમાર ગ્રાહક ને ઘર સુધી સેવા આપી મનાવતા ના દર્શન કરાવ્યા હતા.

(12:16 am IST)