Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજ્યમાં કોરોનાનો કાળોકેર : નવા 1487 કેસ નોંધાયા :વધુ 17 લોકોના મોત :વધુ 1234 દર્દીઓ સાજા થતા કુલ 1,81,187 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 1,98,899 થયો :મૃત્યુઆંક 3876

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 344 કેસ,સુરતમાં 270 કેસ,વડોદરામાં 172 કેસ, રાજકોટમાં 154 કેસ,ગાંધીનગરમાં 82 કેસ, મહેસાણામાં 46 કેસ, પાટણમાં 44 કેસ,બનાસકાંઠામાં 30 કેસ, આણંદમાં 27 કેસ ભાવનગરમાં 26 કેસ, જામનગરમાં 21 કેસ, નોંધાયા :રાજ્યમાં હાલ 13, 836 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1487 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1487 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1234 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 1,99,890 એ પહોંચ્યો છે જયારે આજે વધુ 1234 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,81,187 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 17 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3876 થયો છે

  . રાજ્યમાં હાલ 13,836 એક્ટિવ કેસ છે, જ્યારે 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,747 લોકો  સ્ટેબલ છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13 સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1 મળીને કુલ 17 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1487 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 344 કેસ,સુરતમાં 270 કેસ,વડોદરામાં 172 કેસ, રાજકોટમાં 154 કેસ,ગાંધીનગરમાં 82 કેસ, મહેસાણામાં 46 કેસ, પાટણમાં 44 કેસ,બનાસકાંઠામાં 30 કેસ, આણંદમાં 27 કેસ ભાવનગરમાં 26 કેસ, જામનગરમાં 21 કેસ, નોંધાયા છે

 રાજ્યમાં આજે કોરોનાના  69,521 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 73,04,705 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં સાજા થવાનો દર 91,09 ટકા છે

(7:34 pm IST)