Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વલસાડ રૂરલ પોલીસે અતુલ કંપનીમાંથી થયેલી એસી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

પોલીસે આરોપીને પકડી પાડી તેની પાસેથી ચોરીના 9 એસી કબજે લીધા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ રૂરલ પોલીસે અતુલ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. કંપનીમાંથી લોકડાઉનના સમયગાળા દરમિયાન 9 એસીની ચોરી કરનારા કંપનીના જ કર્મચારીને રૂરલ પોલીસે પકડી પાડી તેની પાસેથી ચોરીના 9 એસી કબજે લીધા છે.
ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી એમ. એન. ચાવડા અને વી. એમ. જાડેજાના માર્ગદર્શન મુજબ વલસાડ રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વરૂણ દિપકભાઇ, જયેન્દ્રસિંહ હરીસિંહ, કોન્સ્ટેબલ હિતેશ પરશોતમભાઇ, મયુરસિંહ કનકસિંહ, સુરેશ ચંદુભાઇએ મળી અતુલ કંપનીમાં થયેલી એસીની ચોરી કરનારા કંપનીના જ કામદાર નીલ ઇશ્વરભાઇ પટેલ રહે પટેલ ફળિયા મેહ ગામ હોવાનું જાણી તેના ઘરે દરોડો પાડી ચોરી થયેલા 9 એસી પકડી પાડ્યા હતા. જેના પગલે નીલે ચોરીની કબૂલાત કરી લીધી હતી. પોલીસે એક સાથે થયેલી 9 એસીની ચોરીમાં સંડોવાયેલા નીલને પકડી તેની વધુ પુછતાછ હાથ ધરી છે. જેમાં તેણે આ એસી કઇ રીતે ચોર્યા આ ચોરીમાં તેની સાથે કોઇ કોણ સામેલ છે તેની તપાસ પણ હાથ ધરી છે

(6:41 pm IST)