Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વિશ્વનું જાણીતું સુરતનું કાપડ હવે ડિફેન્સમાં : ખાસ ફેબ્રિકથી જવાનોના પેરાશૂટ અને બેગ બનાવાશે

ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત કરાયો : અંકલેશ્વર અને સુરતમાં પ્લાન્ટ સ્થપાયો

સુરત : સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું સુરતનું કાપડ હવે ડિફેન્સમાં પણ વપરાશે , ચીનની અવળચંડાઈ બાદ ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.ડિફેન્સના જવાનોને વધુ મજબૂત બનાવવા માટે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરશે,આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ અંકલેશ્વર અને સુરતમાં નાના પાયે સ્થાપવામાં આવ્યો છે. કુલ ઉત્પાદન થતા સાડા ચાર કરોડ મીટર માંથી બે ટકા કાપડની ડિફેન્સમાં માંગ વધી છે

સમગ્ર વિશ્વમાં કાપડ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ટેકસટાઇલ નગરી હવે ડિફેન્સ ફેક્ટર તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી ડિફેન્સના જવાનો માટે બેગ અને પેરશુટ નું કાપડ વિદેશની કંપની બનાવતી હતી. અગાઉ આ કાપડ ચીનથી આયાત કરવામાં આવતું હતું. જો કે જે રીતે ભારત ચીન વચ્ચેના સબંધમાં તણાવ ઉભો થતા આ કાપડની આયાત કરવાનું બંધ કર્યું હતું

જો કે બાદમાં દેશના વડાપ્રધાન મોદીના ભારતને આત્મનિર્ભર બનાવવાનું સપનું સુરતે પૂરું કર્યું છે. દેશના જવાનો માટે બેગ અને પેરાશુટનું કાપડ બનાવવાની શરૂઆત સુરતથી થઈ રહી છે

વિશ્વભરમાં રક્ષા ક્ષેત્રે વપરાતા કાપડનો ઈમ્પોર્ટ 40 ટકા ચીન કરતું હોય છે. હાલ ચીનમાં વસ્તુઓ મોંઘી થઈ છે સાથે ચીનના પ્રોડક્ટથી યુરોપીય દેશો, જાપાન, કોરિયા અને અમેરિકા ચાઈનાની વસ્તુઓ મોટાભાગે વાપરવાનું ટાળી રહ્યા છે. સસ્તુ અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કાપડ આવનાર વર્ષોમા વિદેશોમાં પણ ડંકો વગાડશે

અત્યાર સુધી ડિફેન્સ સેક્ટરમાં નાયલોન પોલિસ્ટર ફેબ્રિક ઈમ્પોર્ટ કરવામાં આવતું હતુ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટના કારણે આ ફેબ્રિકનો સેમ્પલ લેવામાં આવ્યોઅને તેની ટેસ્ટિંગ કરવામાં આવી અને ટેસ્ટિંગમાં આ કાપડ પાસ થયો .

આ કાપડની ખાસિયત એ છે કે, નાયલોન પોલિસ્ટર કાપડનું ટેસ્ટિંગ પણ વૈશ્વિક સ્તરે કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. જેથી આવનાર દિવસોમાં આ કાપડની વધુ ડિમાન્ડ ડિફેન્સ સેક્ટરમાં સાફ જોવા મળશે. પેરાશૂટ માટે ફેબ્રિક ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે

10 હજાર કિલો મીટર ઉપરથી જો પેરાશૂટ પડે તો હવા નો માર ઝીલી શકે આ તમામ પાસાઓ ધ્યાનમાં રાખી લેબમાં કાપડ પ્રમાણિત કરવામાં આવતું હોય છે અને આ કાપડ તે માપદંડમાં ખરું ઉતર્યું છ

આ અંગે ફિયાસ્વી ઓલ ઇન્ડિયાના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યુ કે, ડિફેન્સ સેક્ટરમાં વપરાતા કાપડ કેન્દ્રના લેબમાં પાસ થવુ ખુબ જ જરૂરી હતુ. હાલમાં સુરતના રો મટીરીયલ્સની ગુણવત્તા પણ સ્ટાન્ડર્ડના નજીક આવી રહ્યુ છે. આ માટે હવે સુરતમા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન મશીનો પણ મંગાવવામા આવ્યા છે. આગામી મહિનામાં રીપેર લુમ્સ, વોટર જેટ લુમ્સ ઈમ્પોર્ટ થશે.

(2:07 pm IST)