Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વડિયા ગ્રામ પંચાયત સરપંચ તથા સદસ્ય દ્વારા નવા ચૂંટણી કાર્ડ કે સુધારા માટે પ્રા.શાળામાં વ્યવસ્થા કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સરકાર દ્વારા નવા ચૂંટણી કાર્ડ કે  જુનામાં સુધારા,વધારા માટેનો કાર્યક્રમ જાહેર કરાતા નાંદોદના વડિયા ગ્રામપંચાયતના સરપંચ મહેશભાઇ રજવાડી અને સદસ્ય ચંદ્રેશભાઈ પરમાર તરફથી દરેક વ્યક્તિ ને ચુંટણી કાર્ડ નવું કે સુધારા વધારા કરવા માટે વડિયા પ્રાથમિક શાળા ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ત્યાં બેસાડેલા BLO દ્વારા આ સેવાનું ફોર્મ ભરવાની કામગીરી ચાલુ કરાઈ છે.

માટે આસપાસની સોસાયટી તેમજ વડિયાના ગ્રામજનોને આ સેવાનો લાભ લેવા પંચાયત દ્વારા જણાવાયું છે.તેમજ આ સેવાની છેલ્લી તારીખ ૧૩/૧૨/૨૦૨૦ હોવાનું પણ જણાવ્યું હતું.

(11:09 pm IST)
  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST

  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST

  • કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તમે શું પગલાં લીધા ? : દિલ્હી ,આસામ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકાર પાસે સુપ્રીમ કોર્ટે સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો access_time 12:03 pm IST