Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા : કુલ કેસનોએ આંક 3346 : સાણંદમાં સૌથી વધુ 749 કેસ

ધોળકામાં કુલ કેસની સંખ્યા 696 થઇ : દસક્રોઈ 453, બાવળામાં 421 કેસ: જિલ્લામાં કોરોનાથી કુલ 59 દર્દીઓના મોત

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા રવિવારે જારી કરાયેલા 24 કલાકના હેલ્થ બુલેટિન પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં નવા 23 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો વધીને 3346 પર પહોંચ્યો છે, જે પૈકી સૌથી વધુ 749 સાણંદમાં નોંધાયા છે. આ આંકડામાં અમદાવાદ શહેરના કેસને સામેલ કરવામાં આવ્યા નથી.

અમદાવાદ જિલ્લાના સાણંદ અને ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 749 અને 696 નોંધાયો છે, જે કુલ કેસના લગભગ 43 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 453, બાવળામાં 421 કેસ નોંધાયા છે.. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 333, વિરમગામ 428 બાવળા -421 અને માંડલ તાલુકામાં 106 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 59 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 7085 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 22 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછા કોરોનાના કેસ ધોલેરા તાલુકામાં માત્ર 36 કેસ નોંધાયા છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી અત્યારે 1387 લોકો હોમ-ક્વોરન્ટાઈન છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તંત્ર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

(10:01 pm IST)