Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

21મી ડિસેમ્બરે યોજાનાર રાજ્યની 252 બારની ચૂંટણી પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સ્ટે

નવા નિયમો બન્યા બાદ ચૂંટણી યોજવા કહેવાયું :

અમદાવાદ : 21 ડિસેમ્બરે રાજ્યમાં યોજાનાર વિવિધ 252 બાર એશોસિયેસનની ચૂંટણીનુ જાહેરનામું થઈ ગયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેના પર સ્ટે મુકી દી ધો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યુ છે કે તેઓ નવા નિયમો બનાવી રહ્યા છે અને ત્યારબાદ ચૂંટણી યોજવા જણાવ્યુ છે

  બીજી તરફ રાજ્યના વિવિધ બાર એશોસિયેશન સાથે સંક્ળાયેલા વકીલોમાં આ નિર્ણયને પગલે રોષ જોવા મળી રહ્યો છે. બાર કાઉન્સિલ ગુજરાતના પુર્વ ચેરમેન જે જે પટેલે જણાવ્યું હતું કે અમે નવા રુલ્સ બનાવ્યા અને તેની મંજુરી પણ બીસીઆઈ પાસેથી લીધી હતી. તેને મંજુરી પણ બીસીઆઈએ આપી અને ગુજરાત બાર કાઉન્સિલે તેને આધારે જ 21-12ના રોજ ચૂંટણી જાહેર કરી હતી.

  સમગ્ર ગુજરાતના તમામ બારોમાં ચૂંટણી પ્રક્રીયા પણ શરુ થઈ ગઈ છે. પ્રચાર શરુ થઈ ગયા હતો, માહોલ જામી ગયો હતો અને અચાનક જ બીસીઆઈએ ઈલેક્શન પર મનાઈ ફરમાવી આ નિર્ણય લેવાયો તે સ્વાભાવિક સ્વિકાર્ય નથી. ઘણા વકીલોએ પોતાના આવા અભિપ્રાયો પણ આપ્યા છે અને તેમની રજુઆત હું કરી રહ્યો છુ. અમે બીસીઆઈના તમામ આદેશોનુ પાલન કરવા તૈયાર છીએ પરંતુ નિયમો બનાવીને મોકલી આપે અને હાલમાં ઈલેક્શનને પર સ્ટે ન કરવો જોઈએ.

(9:08 pm IST)