Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાધનપુરના વિજયનગર ગામે બહેનોએ કરી સ્વસ્છતાની પહેલ

વાલી મિટિંગના માધ્યમથી સફાઈ અભિયાન : બાળકો દ્વારા રેલી :

રિલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને ગામની બહેનોના સંયુક્ત ઉપક્રમે   રાધનપુર તાલુકાના ગામ વિજયનગર ખાતે સ્વસ્છતા અભિયાન હેઠળ ગામની સફાઇ હાથ ધરવામા આવી . જેમા સૌ પ્રથમ ગામ પંચાયતની સમિતી અને ગામની બહેનો સાથે મીટિંગ કરીને સમજવવામા આવ્યા હતા

  . બહેનોએ  મનોમન નક્કિ કર્યુ કે હવે અમે અમારા ગામને સ્વસ્છ બનાવવા પ્રયત્ન નકકી કરેલ તેમા ઘણા લોકોએ સાથ આપવાનુ નક્કી કર્યા બાદ પ્રાથમિક શાળામા વાલીમીટિંગના માધ્યમથી સફાઇ અંગેના આચાર્ય  દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા બાળકો દ્વારા રેલીનું આયોજન કરી ગામના લોકોને જાગ્રુત કરવામા આવ્યા હતા. આ ગામ સફાઇના કાર્યક્રમમાં શાળાના ૧૬૦ બાળકો ,ગામની ૫૦ સક્રિય બહેનો ૨૦ ભાઇઓ,  શાળાના શિક્ષકગણ , સરપંચ , પંચાયતના સભ્યો, મીશનમંગલમ   અને રિલાયન્શ ફાઉન્ડેશનની ટીમના પ્રતિનીધીઓ  હાજર રહ્યા હતા.

  વિજયનગર ગામમા આવો ગામ સફાઇનો  કાર્યક્રમ પ્રથમવાર જ થયો છે. હવે નિયમીતપણે દર મહીને ગામસફાઇ કરીશુ તેવુ નક્કી કર્યુ અને આ કાર્યક્રમમા જોડાયેલા લોકો માટે લોકો દ્વારા જ ફાળો ઉઘરાવીને નાસ્તાનું આયોજન પણ કર્યુ હતુ ગામડાઓના વિકાસ માટે જાગૃતિ ખુબ જ મહત્વનું પાસું હોય છે જ્યારે કોઈપણ સમુદાય સાથે આયોજનપૂર્વક જાગૃતિ માટે કાર્ય કરવામાં આવે છે તો તેની અસર લાંબાગાળા સુધી હોય છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે ગ્રામીણ વિકાસના કામોમાં આર્થિક રીતે મદદ કરવા કરતા જો સમય ફાળવી લોકોને જાગૃત કરવામાં આવે તો તેનું પરિણામ ખૂબ જ સુંદર આવે છે એવું રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મહેતા ની યાદીમાં જણાવ્યું છે

(7:27 pm IST)