Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ખેડૂત ઉત્પાદક કંપનીઓને આર્થિક રીતે પગભર કરવા મોડાસા ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન અને એન.સી.ડી.એક્સના સયુંકત ઉપક્રમે વર્કશોપ

એન.સી.ડી.એક્સ અને રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત ઉત્પાદક કંપનીઓનું આર્થિક સશક્તિકરણ અંગે મોડાસા ખાતે વર્કશોપ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં બારસો સભાસદો સાથે જોડાયેલ  ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપની છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત સભાસદોને ખેતી વિષયક માર્ગદર્શન સાથે સાથે વ્યાજબી ભાવે ખરીદ વેચાણ કેન્દ્ર તરીકે પાયાનું યોગદાન આપવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરેલ છે

              તાજેતરમાં તા ૨૧ નવેમ્બરના રોજ ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના અધ્યક્ષતામાં એન.સી.ડી.એક્સ દ્વારા ખેડૂત ઉત્પાદક કંપનીને આર્થિક રીતે પગભર કરવા અંગે મોડાસા ખાતે વર્કશોપ યોજાવામાં આવ્યો હતો જેમાં એન.સી.ડી.એક્સના પ્રતિનિધિ દ્વારા ખેડૂત ઉત્પાદન કંપનીના પ્લેટફોર્મ મારફતે ખેડૂતોને એન. સી.ડી.એક્સ મારફતે ઓન લાઈન કઈ રીતે ફાયદો થાય છે તે અંગે સવિસ્તાર માહિતગાર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ,વર્તમાન સમયમાં મોંઘવારીએ જ્યારે માઝા મૂકી છે ત્યારે  પી.સી.(પોડ્યુકસન કંપની) મારફતે આવનાર ત્રણ કે ચાર મહિના પહેલા ખેડૂતો જે ઉત્પાદન કરવાના છે તેનો અંદાજ લગાવી તેનો ઓનલાઈન સોદો કરી બજારમાં વેપારીઓ મારફતે થતું શોષણ અટકાવવામાં ખેડૂત ઉત્પાદક કંપનીની આગવી વિશેષતા અંગે વાકેફ  કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો

              આ ઉપરાંત ઉપરોક્ત વર્કશોપમાં ગિરિમાળા ખેડૂત ઉત્પાદન કંપનીની સાથે સાથે ફિલ્ડ વાઈટ, કૃષિ ધન ખેડૂત ઉત્પાદક કંપનીઓના પ્રતિનિઘીઓ પણ સહભાગી થઈ  પોત પોતાની  ખેડૂત ઉત્પાદક કંપનીનો આગામી વર્ષનો બિઝનેશ પ્લાન તૈયાર કરી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો  હતો , વર્કશોપમાં સહભાગી એન.સી.ડી.એક્સના પ્રતિનિધિ દ્વારા ઈનામ મંડી,કિસાનયાર્ડ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે કઈ રીતે પોષણક્ષમ ભાવ લઈ શકાય તે વિશે પણ વિસ્તૃત માહિતી તથા વાયદા બજારમાં આપવામાં આવતા ફાયદોઓ અંગે પણ સવિશેષ માહિતી આપવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો જેમાં ત્રણ ખેડૂત ઉત્પાદક  કંપની અને મેઘરજ માલપુરના સક્રિય ખેડૂતો સહભાગી થઈ ખેતી,વેચાણ વિષયક મહત્વપૂર્ણ માહિતી લેવાનો પ્રયત્ન કર્યો હતો  

                ઉપરોક્ત  કાર્યક્રમને સફળ બનાવવા રીલાયન્સ ફાઉન્ડેશનની પડદા પાછળની ભૂમિકા ભજવી કાર્યક્રમને હેતુ સભર સાર્થક  બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો..

(7:18 pm IST)