Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મધ્યરાત્રીના સુમારે આણંદ રેલવે સ્ટેશન પર મહિલાનું 26 ની રોકડ ભરેલ પર્સ સેરવી દોડતા ગઠિયાને પોલીસે ઝડપ્યો

આણંદ:રેલવે સ્ટેશન ઉપર મધ્યરાત્રીના દોઢેક વાગ્યાના સુમારે એક મહિલાનું ૨૬ હજારની મત્તા ભરેલું લેડીઝ પર્સ ચોરીને ભાગવા જતાં અમદાવાદના એક શખ્સને આરપીએફ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે આણંદ રેલવે પોલીસના હવાલે કર્યો હતો જ્યાં તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના અમલનેર ખાતે રહેતા પ્રતિભાબેન સુનીલભાઈ ચૌધરી ૩૨ મહિલાઓના ગ્રૃપ સાથે અલગ-અલગ રીઝર્વેશન કોચમાં અમદાવાદથી અમલનેર જવા માટે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થયા હતા. રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ પ્રતિભાબેન પોતાનું પર્સ કે જેમાં બે મોબાઈલ ફોન, નકલી મંગળસુત્ર, સોનાની ચેઈન વગેરે મુક્યું હતુ તેને માથા નીચે મૂકીને સુઈ ગયા હતા. દરમ્યાન ૧.૩૫ મિનિટે આણંદ રેલવે સ્ટેશન આવતાં તેઓ એકદમ જાગી ગયા હતા અને જોયું તો લેડીઝ પર્સ નહોતુ જેથી તેમણે બૂમાબૂમ કરતાં આણંદ રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવી રહેલી આરપીએફ પોલીસે લેડીઝ પર્સ લઈને ભાગતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેનું નામઠામ પુછતાં તે અમદાવાદના બહેરામપુરા ખાતે રહેતો ફીરોઝખાન અસ્લમખાન પઠાણ હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:26 pm IST)