Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વિસનગરમાં ભોળી પ્રજાને લોભામણી જાહેરાત આપી 42 પરિવારો પાસેથી પૈસા પડાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

વિસનગર: શહેરમાં એકના દોઢા અને ડબલની સ્કીમો ચલાવતી ફાયનાન્સ ઓફીસો તંત્રની છત્રછાયામા ંફુલેફાલે છે. અને ગામડાની ભોળી પ્રજા લોભામણી લાલચમાં આવી ફસાય છે. વિસનગર તાલુકાના તરભ ગામના ૪૨ પરિવારોએ વિસનગરમાં ચાલતી આવીજ એક ફાયનાન્સ ઓફીસમાં નાણાં ગુમાવતા છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ કરવા પોલીસમાં રજુઆત કરવામાં આવી હતી.

વિસનગરમાં ખેરાલું રોડ ઉપર એસ્સાર પેટ્રોલપપની બાજુના રૃદ્રાક્ષ માર્કેટમાં આવેલ સનસાઇન હાઇટેક ઇન્ફાકોન લીમીટેડ નામની ઓફીસ હતી. આ કંપની દ્વારા ગામડાઓમાં દર માસે હપ્તા ઉઘરાવી અમુક વર્ષ બાદ કુલ મુડીનું દોઢુ વળતર આપવાની સ્કીમ ચલાવવામાં આવતી હતી. વિસનગર તાલુકાના તરભ ગામના ઠાકોર સોનાજી માધાજી આ કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો. જે એજન્ટ દર માસે કે છ માસે હપ્તા ઉઘરાવતો હતો. ગામનો એજન્ટ હોવાથી ગ્રામજનોએ વિશ્વાસ મુકી આ કંપનીમાં નાણાં રોક્યા હતા.

(5:23 pm IST)