Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વિસનગરમાં ડેન્ગ્યુનો કહેર: હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ જતા પાલિકા સહીત આરોગ્ય તંત્ર લાચાર

વિસનગર: શહેર આખુ અત્યારે ડેન્ગ્યુના રોગમાં સપડાયું છે. જ્યારે આભ ફાટે ત્યારે થીગડા કયા મારવા તેવી પરિસ્થિતિ સર્જાતા તંત્ર પણ આ મહામારી સામે નમાલુ સાબિત થઇ રહ્યું છે. શહેરનો એકપણ મહોલ્લો કે સોસાયટી અવી નથી કે જયાં ડેન્ગ્યુનો કેસ જોવા મળતો ન હોય શહેરની હોસ્પિટલો અને દવાખાના ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. વિસનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ડેન્ગ્યુમાં સપડાયા છે. કાંસા ગામમાં ડેન્ગ્યુના કારણે વેટરનરી ડોકટરના મૃત્યુ બાદ ભારે હોબાળો થતાં પાલિકા અને ગ્રામ પંચાયતે ગામ પાસેથી પસાર થતી લીકેજ ગટરલાઇન તાત્કાલીક રીપેર કરી હતી. પરંતુ વિસનગરમાં ઠેર ઠેર ગટરો ઉભરાવવા છતાં પાલિકા દ્વારા ગટરો સાફ કરવામાં આવતી નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણીના તળાવો ભરાયેલા છે. જે ગટરના પાણીનો નિકાલ કરવા કે આ તળાવમાં દવાનો છંટકાવ કરવા પાલિકા દ્વારા કે આરોગ્ય તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરના દિપરા દરવાજા રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટના જી બ્લોક પાછળ ગટરના પાણીનું તળાવ ભરાયેલું રહેતા આ જી બ્લોકમાં ડેન્ગ્યુના છ કેસ નોધાયા હોવાનું જાણવા છતાં પાલિકા દ્વારા તળાવમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી.કાંસા અને.એ.માં ગુરૃકુળ રોડ ઉપરના શીવનગર સોસાયટીમા ડેન્ગ્યુના આઠ કેસ નોધાયા છે. ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી એન.એ.વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી. ડેન્ગ્યુને અટકાવવા નમાલા તંત્રની નિષ્ક્રીયતાના કારણે વધુને વધુ વિસ્તારો ડેન્ગ્યુના સપડાઇ રહ્યા છે.

(5:22 pm IST)