Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરતના ડિંડોલીમાં સાત જેટલા ડેવલોપર્સની સાઈટ પર પોલીસ તપાસ હાથ ધરવામાં આવી: 2.50 કરોડની જીએસટીની ચોરી ઝડપાઇ

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહલ ડેવલપર્સના સાત જેટલા ધંધાકીય સ્થળો પર ગઈકાલે ડીજીજીઆઈની ટીમે તપાસ હાથ ધરી અંદાજે રૃ.4 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડી છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતની રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓની પણ રૃા.2.50 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.

ડીરેકટરોટ જનરલ ઓફ ગુડ્સ એન્ટ સર્વિસ ટેક્સ ઈન્ટેલિઝન્સ(ડીજીજીઆઈ)ની ટીમે ગઈકાલે ડીંડોલી સ્થિત રાજમહલ ડેવલપર્સના સાત જેટલા ધંધાકીય સ્થળો તથા પ્રોજેક્ટ સાઈટ્સ પર તપાસ હાથ ધરી હતી.મુખ્યત્વે કોમર્શિયલ શોપિંગ મોલના બાંધકામ સાથે સંકળાયેલા રાજમહલ ડેવલપર્સ દ્વારા જીએસટી નોંધણી નંબર મેળવ્યો હતો.પરંતુ જુલાઈ-2017 તથા એપ્રિલ-2018 દરમિયાન જીએસટી વિભાગમાં જમા કરાવ્યો હતો.પરંતુ ત્યારબાદ ડેવલપર્સ દ્વારા જીએસટી રીટર્ન ફાઈલ કરવાનું બંધ કરીની વેચાયેલી દુકાનો પર જીએસટી વસુલાત કરી હોવા છતાં વિભાગમાં જમા કરાવ્યો નહોતો.

(5:20 pm IST)