Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

આંકલાવ નજીક ઉમેટા બ્રિજ પરથી ક્ષણવારમાં બાઈક સવારે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના આંકલાવ નજીક ઉમેટા બ્રિજ પરથી પડતું મુકનાર એક બાઇક સવાર યુવકને નજરે જોનાર રિક્ષાચાલકના આંખે અંધારા આવી ગયા હતા અને તેમ છતાં તેણે કારચાલકને રોકી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

એઝાઝ નામનો રિક્ષાચાલક સવારે સાડા દસેક વાગે ઉમેટા બ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યારે તેની રિક્ષાને ઓવરટેક કરી એક બાઇક ચાલક યુવક આગળ ગયો હતો.આ યુવકે બ્રિજની સાઇડ પર બાઇક ઉભું રાખ્યું હતું.

રિક્ષાચાલકના કહ્યા મુજબ,આ યુવકે ખિસ્સામાંથી લાઇસન્સ જેવું કોઇ કાગળ બાઇકની લાઇટ પાસે મુક્યું હતું અને ત્યારબાદ ચાવી ખિસ્સામાં મુકી તે બ્રિજ પર ચઢીને કૂદી પડયો હતો.રિક્ષાચાલકે રિક્ષા થોભાવી હતી અને એક કારચાલકને અટકાવી મદદ માંગી હતી.તેને આંખે અંધારા આવી ગયા હતા અને તેને તાવ ચડી ગયો હતો.

(5:17 pm IST)