Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વડોદરામાં નશીલા દ્રવ્યોના રવાડે ચડેલ યુવાઓને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચે કવાયત હાથ ધરી: કલાકો સુધી ચેકીંગ હાથ ધરી 56 યુવક-યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરવામાં આવી

વડોદરા :શહેરમાં નશીલા દ્રવ્યોના રવાડે ચઢેલા યુવાધનને અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ૧૦ ટીમો બનાવી શહેરભરમાં એક સાથે પાંચ કલાક સુધી ચેકિંગ કરતાં નશામાં ઝૂમતા ૫૬ યુવક-યુવતીઓ પકડાઇ ગયા છે.પોલીસે બ્લડ સેમ્પલ લેવડાવી સપ્લાયરોની તપાસ હાથ ધરી છે.

વડોદરામાં નશીલા દ્રવ્યોનો મોટાપાયે વેપાર ચાલી રહ્યો હોવાની વિગતોના પગલે પોલીસ કમિશનરની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી અને પીસીબીની ૧૦ ટીમો  બનાવી મહિલા પોલીસનો પણ સમાવેશ કર્યો હતો.

પોલીસે અગાઉથી જુદા જુદા ૧૦ વિસ્તારો નક્કી કરી રાખ્યા હતા અને તે મુજબ તમામ ટીમોને સાદા વેશમાં ગોઠવી દઇ રાતે ૮.૩૦ વાગે તમામ સ્થળે એક સાથે ચેકિંગ શરૃ કર્યું હતું.

(5:16 pm IST)