Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઉંઝા શ્રી ઉમીયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં ૮૧ ફુટ ઉંચી યજ્ઞશાળામાં પ૧ શકિતપીઠોની સ્થાપના કરાશે

મહેસાણા, તા., ૨૩: મહેસાણા જીલ્લાનાં ઉંઝા સ્થિત શ્રી ઉમીયાધામમાં તા.૧૮ ડીસેમ્બરથી શ્રી લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થશે. આ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. લગભગ ૮૦૦ વિઘા જગ્યામાં યોજાનારા ધર્મોત્સવમાં ૮૧ ફુટ ઉંચી વાંસનાં લાકડાની યજ્ઞશાળાનું નિર્માણ થઇ રહ્યું છે.

જેમાં પ૧ શકિતપીઠોની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ ઓરિસ્સાના કારીગરો તૈયાર કરી રહ્યા છે.

શ્રી ઉમીયા માતાજી મંદિરના માનદ મંત્રી દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે , આ ધમોત્સવ માટે વિશાળ ડોમ તૈયાર થઇ રહયો છે. હવનમાં શ્રી ઉમીયા માતાજીની મુર્તિ આકર્ષણનું કેન્દ્ર બનશે.

સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવીશ્રી ઉમીયા ધામ - ઉંઝામાં યોજાનાર આ મહાયજ્ઞ માટે ૧૦૮ યજ્ઞકુંડનું નિર્માણ થશે.જેમાં ૧૧૦૦ જેટલા ભુદેવો દ્વારા ૭૦૦ શ્લોકો સાથે એક લાખ ચંડી પાઠનું પઠન કરશે.

(3:44 pm IST)