Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કેફી પદાર્થની ઝુંબેશમાં રાજકોટમાં પાસા ભોગવી ચુકેલો અને જેની પત્ની પણ ગાંજાના ધંધાને કારણે જેલમાં છે તેવો સતિષ યાદવ ૭ કિલો ૯૭પ ગ્રામ ગાંજા સાથે ઝડપાયોઃ આશિષ ભાટીયા - અજય તોમરના માર્ગદર્શનમાં ડીસીપી હર્ષદ પટેલની ઝુંબેશને વધુ એક વખત સફળતા

રાજકોટ, તા., ર૩: અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા કે જેઓને સીઆઇડી ક્રાઇમના વડા તરીકે ડ્રગ્સ માફીયાઓની દેશ વ્યાપી સિન્ડીકેટ છીન્નભીન્ન કરવાની જવાબદારી સુપ્રત થઇ છે. તેઓની સાથોસાથ અમદાવાદના  સ્પેશ્યલ પોલીસ કમિશ્રર અને ક્રાઇમ બ્રાન્ચના વડા અજયકુમાર ચૌધરીના બીએસએફના બેક ગ્રાઉન્ડને ધ્યાને લઇ મહત્વની જવાબદારી સુપ્રત થવાના પગલે વડોદરા, રાજકોટ અને સુરત સાથે અમદાવાદમાં ડ્રગ્સ સિન્ડીકેટ સામે અમદાવાદ  શહેર એસઓજી ક્રાઇમ  ડીસીપી ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ મેદાને પડતા જ ગાંજાનો વધુ એક વખત ૭.૯૭પ કિલો જેની કિંમત ૮૦ હજારથી વધુ થવા જાય છે. કુવિખ્યાત સતિષ યાદવને ઝડપી લેવાયો છે.

પકડાયેલા આરોપી અગાઉ રાજકોટમાં  પાસા હેઠળ સજા ભોગવી ચુકયો છે. ખુન સહીતના અન્ય ગંભીર ગુન્હાઓમાં પણ સજા કાપી ચુકયો છે. રસપ્રદ બાબત એ છે કે આરોપીના પત્ની જશોદાબેન પણ ૬ મહિના અગાઉ ર૦ કિલો ગાંજા સાથે ઝડપાયા હતા. જે હાલમાં સાબરમતી જેલમાં છે.

સુરત અને રાજકોટ પોલીસ પણ ડ્રગ્સ માફીયાઓ-સપ્લાયરો સામે ઝુંબેશ યથાવત રાખશે

રાજકોટ, તા., ર૩: વડોદરા-અમદાવાદ અને રાજકોટ તથા સુરતમાં થયેલી ડ્રગ્સ માફીયા સામેની ઝુંબેશની કાર્યવાહી સુરતના પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ, એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા-ડીસીપી ડો.રાહુલ પટેલ તથા એસીપી આર.આર.સરવૈયા ટીમ પણ સતત ગત રાત્રે ઝુંબેશમાં સામેલ થઇ હતી.

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહજી જાડેજા,  રવિ સૈની તથા એસઓજી ટીમના પીઆઇ  આર.વાય.રાવલ ટીમે પણ રેકોર્ડ બ્રેક કામગીરી કરવાની ઝુંબેશ યથાવત રાખી હોવાનું પણ સુત્રો જણાવે છે.

(11:56 am IST)