Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોદીના નેતૃત્વમાં દેશમાં નવી આશા જાગી , કલમ ૩૭૦ નાબુદી અભૂતપૂર્વ હિંમત : રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરાના સમારોહમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને બીરદાવતા વિધાનસભાના અધ્યક્ષ

વડોદરા તા.૨૩: વડોદરા શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના ભાયલી અને બીલ ખાતે આધુનિક સુવિધાથી સજ્જ નિર્માણ પામી રહેલા ર૧૮૨ આવાસોનો કોમ્પ્યયુટરાઈઝડ ફાળવણી ડ્રો વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યો હતો. રૂ. ૧૪૭.૪૦ કરોડના નિર્મિત થઈ રહેલા આવાસોનું હાલ ૨૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને સભંવિત રીતે બે વર્ષ બાદ લાભાર્થીઓને આવાસનો કબ્જો સોંપી દેવામાં આવશે.

સમારોહના અધ્યક્ષ સ્થાને સંબોધિત કરતા વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, રાજયની સંવેદનશીલ અને પારદર્શી સરકાર સમાજ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને પોતાનુ દ્યરનું દ્યર મળે તે માટે પ્રતિબદ્ઘ છે.  રાજય સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી સમાજના તમામ વર્ગોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નવી આશા અને હિંમત જાગૃત થઈ છે. દેશના અન્ય કોઈ પણ પ્રધાનમંત્રી હિંમત નથી કરી તેવી તેવુ હિંમત-સાહસ દાખવીને પ્રધાનમંત્રીશ્રીએ અનુચ્છેદ ૩૭૦ને એક જ જાટકે નાબૂદ કર્યો છે. તેમજ આજે કોઈ આપણો પડોશી દુશ્મનોની આંખ ઉચી કરવાની હિમત દાખવી શકતુ નથી. ઉપરાંત દેશને આર્થિક મોરચે મજબૂત કરવા અને સામાન્ય માણસનુ જીવન ધોરણ ઉંચુ લાવવા પ ટ્રીલીયન ઈકોનોમીનો સંકલ્પ કર્યો છે.

આ પ્રસંગે મેયર શ્રીમતિ જીગીષાબેન શેઠે જણાવ્યું કે, દરેક વ્યકિતને પોતાના દ્યરનું દ્યર હોય તેનુ સ્વપ્ન હોય છે જે તમને તો મળવાનું જ છે. પણ ચાર દિવાલથી બનેલું મકાન દ્યર મંદિર બને તેની કાળજી આપણે લેવાની છે. . ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

વડા મુખ્ય કારોબારી અધિકારી શ્રી એ. બી. પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, રાજય સરકાર જમીનની કિંમત લીધા વગર માત્ર મકાનના બાંધકામના ખર્ચમાં જ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને આવાસ પુરા પાડવામાં આવી રહ્યા છે. હજુ આગામી સમયમાં ૩૬૪૪ આવાસો માટે અરજી મંગાવામાં આવશે એટલે કોઈ લાભાર્થીને અરજી કરવાની બાકી હોય તેઓ પણ આ યોજનાનો લાભ મળવી શકશે.

આ પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય શ્રી જી તેન્દ્રભાઈ સુખડીયા, અકોટાના ધારાસભ્ય શ્રીમતિ સીમાબેન મોહલે, વડોદરા શહેર વિકાસ સત્ત્।ામંડળના અધિકારીશ્રીઓ અને મોટી આવાસ યોજનાના અરજદારો- લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

(11:48 am IST)