Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વડોદરામાં ડ્રગ્સ સામે પોલીસનું મોટું અભિયાન: 10 જગ્યાએ દરોડા :56 શંકાસ્પદોની અટકાયત

પકડાયેલા યુવક-યુવતીઓએ અફીણ અને ગાંઝાનું સેવન કરેલું :ડ્રગ્સની પડીકીઓ જપ્ત

 

વડોદરામાં ડ્રગ્સ સામે પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું હતું અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા વડોદરા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની સૂચના બાદ શહેરમાં 10 ટીમો દ્વારા ડ્રગ્સના દૂષણના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું છે, મોડી રાત્રે વિશ્વામિત્રી બ્રિજ નીચે, સોમા તળાવ હનુમાન ટેકરી, મનિષા ચોકડી, વાસણા રોડ, કલ્યાણ પાર્ટી પ્લોટની પાસે, ઇલોરાપાર્ક, સુભાનપુરા સંતોષી નગર, પાણીગેટ દરવાજા પાસે, કલ્યાણ કાફે, ફતેગંજ, અકોટા ડી-માર્ટની બાજુમાં અને સન ફાર્મા રોડ સહિતની જગ્યાઓએ પોલીસે દરોડા કર્યા હતા.પકડાયેલા યુવક-યુવતીઓએ અફીણ અને ગાંઝાનું સેવન કર્યું હતુ. તેમની પાસેથી ડ્રગ્સની પડીકીઓ જપ્ત કરાઇ છે.

  પકડાયેલા યુવાનોના માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવીને યુવાઓને સમજાવવામાં આવી રહ્યાં છે, કારણ કે યુવાઓ અફીણ અને ગાંઝો પીતા પકડાયા હતા, સાથે જે લોકો ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ વેચતી ગેંગ દ્વારા કોલેજ કરતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

(8:57 am IST)