Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દિયોદર પંથકમાં ખેડૂતોને દાઝ્યા પર ડામ : મગફળી રિજેક્ટ થતા વેચાણ કર્યા વગર પરત ફરતા નિરાશા

મગફળીમાં ભેજ હોવાથી સેમ્પલો રિજેક્ટ થઈ રહ્યા છે

બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા વેચાણ કર્યા વગર પરત ફર્યા હતા. દિયોદર પંથકમાં ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવો ઘાટ ઘડાયો છે. મગફળી ભરાવવા ગયેલા ખેડૂતો નિરાશ થઈને પરત ફરવું પડયું છે

  હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. પરંતુ મગફળીમાં ભેજ હોવાથી સેમ્પલો રિજેક્ટ થઈ રહ્યા છે. થોડા સમય અગાઉ જ કલેક્ટરે ખેડૂતોને ખાતરી આપી હતી કે ખેડૂતોની મગફળી ખરીદાશે..પરંતુ મગફળીમાં ભેજ હોવાથી સેમ્પલો રિજેક્ટ થઈ રહ્યા છે. એક તરફ વરસાદનો માર અને બીજી તરફ મંદીનો માર ખેડૂત સહન કરી રહ્યો છે

(9:47 pm IST)