Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

લકી કુપનના નામે વસ્ત્રાપુરમાં ઈસમ પાસેથી 4.60 લાખની ઠગાઈ આચરનાર 2 વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ:વસ્ત્રાપુરમાં રહેતી એક વ્યક્તિને લકી કુપનમાં ૧૨.૮૦ લાખની ગાડી લાગી હોવાનું કહીને તેની પાસેથી વિવિધ ચાર્જ પેટે રૃ. ૪.૬૦ લાખ લઈને છેતરપિંડી કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. 

આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં રહેતા રાજવીશ મોદીને મોબાઈલ પર સુનિલ ભારતી શોપ ક્લુસના મોબાઈલ પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ઝારખેડ જમશેદપુર ટીએનસી શોપ થી લકી કુપનમાં રૃ. ૧૨.૮૦,૦૦૦ ની મહીન્દ્રા એસયુવી કારનું પ્રથમ ઈનામ લાગ્યું છે એમ જમાવવામાં આવ્યું હતું. જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ તરીકે રૃ. ૧૨,૮૦૦ ભરવાનું જણાવવામાં આવતા રાજવીશે અજય આઝાદના એકાઉન્ટમાં આ રકમ જમા કરી હતી. 

તે સિવાય જીએસટી, એનઓસી સર્ટિફિકેટ  ઉપરાંત ઈન્કમટેક્ષ ક્લિયરન્સ  વગેરે પ્રોજીસર પેટે પણ ભરવા જણાવ્યું હતું.

(5:01 pm IST)